ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારની સંભાવના પાટીલ-નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા…

સમગ્ર રાજ્યમાં હાલ સૌની નજર નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગેના મુદ્દા પર છે. મહત્વનું છે કે, નરેશ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મેં ના પ્રારંભ ના દિવસો માં નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરવાના છે.જેની વચ્ચે નરેશ પટેલને લઈને ભાજપ નેતા વરુણ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જામનગર ચાલી રહેલી ભાગવત કથામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નરેશ પટેલ આ બંન્ને કથામા હાજરી આપશે અને આ દરમિયાન જામનગરમાં CR પાટીલ અને નરેશ પટેલ એક સાથે દેખાતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો સાથે અનેક અટકળ શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખની છે કે, નરેશ પટેલની રાજકારણમાં જોડાવા અંગે ઘણા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે જામનગરના ભાગવત કથામાં પાટીલ-નરેશ પટેલ વચ્ચે મુલાકાતથી ચર્ચાઓ જોર પકડ્યું છે.અને રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોની સંભાવનાઓ ઉદ્દભવી રહી છે.

મહત્વનું છે કે, જામનગરમાં MLA હકુભા દ્વારા 1લી મેથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં પણ નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળતાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે અને ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.