મો઼ડી રાત્રે વીસ બદમાશો યુવતીના ઘરમાં ઘુસી આવ્યા હતા અને ગન દેખાડીને યુવતીનું અપહરણ કરીને મોટરમાં નાસી ગયા હતા. યુવતીના પરિવારે વિરોધ અને હો હા કરતાં બદમાશોએ હવામાં પાંચ છ ગોળીબાર કર્યા હતા.
બિહારની રાજધાની પટણાના ફૂલવારી શરીફ વિસ્તારમાં ગન દેખાડીને 22 વર્ષની એક ટ્યુશન શિક્ષિકાનું અપહરણ કરવાની ઘટનાએે ખળભળાટ મચાવી દીધો હતો.
માહિતી મળતાં પોલીસ ટુકડી ત્યાં ધસી આવી હતી અને સીસીટીવી દ્વારા અપહરણકારોની ઓળખ મેળવીને તપાસનાં ચક્રો શરૂ કરી દીધાં હતાં.
હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક દ્વારા થયેલા અપહરણને પગલે આ વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.