આ વાતમાં કોઈ બેમત નથી કે આ દુનિયામાં કોણ કોને ક્યારે દગો આપી દે કઈ જ કહેવાય નહિ. ત્યારે ઇંગ્લેન્ડના લોગબોરોની રહેવાસી આ મહિલાએ પોતાને ટર્મિનલ બ્રેઈન કેન્સર હોવાનું જણાવીને પોતાના પતિ અને પરિવારને કરોડોનો ચૂનો લગાવીને ઠગી લીધા હતા, કોર્ટે આ મહિલાને 4 વર્ષની સજા સંભળાવી છે.
ઇંગ્લેન્ડના લોગબોરોની રહેવાસી મૂળ ભારતીય 36 વર્ષીય જેસ્મિન મિસ્ત્રીએ પોતાના પતિ વિજય કેટેચીયા સામે પોતાની જાતને કેન્સર હોવાનું નાટક કર્યું. આ જેસ્મીને પતિ અને અને પરિવારને જણાવ્યું કે એને કેન્સર થઇ ગયું છે અને હવે તે માત્ર 6 મહિનાની જ મહેમાન છે. જેસ્મીને પોતાની આ ખોટી બીમારીને સાચી સાબિત કરવા માટે ઘણા કાવતરાઓ કર્યા, પોતાનું બ્રેઈન સ્કેન પણ પતિને બતાવ્યું. તેના પતિને શંકા ત્યારે પડી જયારે તેનું બ્રેઈન સ્કેન ગૂગલ પરના એક સ્કેન સાથે મેચ થઇ ગયું.

જેસ્મિન અલગ-અલગ સીમકાર્ડ વાપરીને ડોક્ટર બનીને પોતાના પતિને વોટ્સએપ પર મેસેજ કરી હતી. આ નકલી મેસેજનો ઉપયોગ કરીને તેને પોતાના પતિને વિશ્વાસ અપાવી દીધો હતો કે તેને કેન્સર છે અને પતિએ તેના ઈલાજ માટે પૈસાની વ્યવસ્થા કરવાનું પણ શરુ કરી દીધું હતું. ત્યારે વિજયે પરિવાર પાસેથી પણ મદદ માંગી, આ દરમ્યાન તે ઘરમાં પણ પોતાના નાટકને આમ જ ચાલુ રાખ્યા હતા. પરંતુ તેની આ ખોટી બીમારીનો ખુલાસો ત્યારે થયો જયારે તેને ફેક સીમકાર્ડ મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.