નાગરિકોને વધુ એક પડતા પર પાટુ,ગુજરાત ગેસે અસહ્ય ભાવવધારો ઝીંકયો

ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસમાં વધુ એક વખત ભાવ વધારો કરાયો છે. અને જેમાં 70.53 પૈસાના જુના ભાવની સામે 76.98 રૂપિયા નવો ભાવ કરવામાં આવ્યો છે.તેમજ ગુજરાત ગેસના રીપેરીંગ સેન્ટર પર પ્રેસર નહિ આવતું હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોડી રાતથી ગેસના ભાવમાં 6 રૂપિયા 45 પૈસાનો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ-ડીઝલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવને પગલે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. અને તો બીજી તરફ ગુજરાત ગેસ લિમિટેડ મોડી રાત્રે સીએનજી ગેસના રૂપિયા 6.45 અસહ્ય ભાવવધારો ઝીંકી દેતા નાગરિકોને પડતા પર પાટુ સમાન સાબિત થઇ રહ્યું છે.

ગુજરાત ગેસનો આજનો ભાવ 76.98 રૂપિયા થતાં જ આજે ગેસ પુરાવા આવેલ વાહનચાલકોએ સરકાર સામે રોષ ઠાલવી સત્વરે ભાવમાં નિયંત્રણ લાવવાની માંગ કરી હતી.તેમજ સાથે સાથે ગુજરાત ગેસના સીએનજી પમ્પ પર રિફિલિંગમાં ઓછા પ્રેશર આવતું હોવાની પણ ફરિયાદો કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.