નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) અને હત્યા (Murder) કેસમાં પટિયાલા હાઉસ કોર્ટ (Patial House Court) દ્વારા દોષી અક્ષયની અરજી ફગાવી દીધા બાદ તિહાડ જેલ (Tihar Jail) પ્રશાસન પવન જલ્લાદ (Pawan Jallad)ની સાથે હરકતમાં આવી ગઈ છે.
તિહાડ જેલ પ્રશાસન પવનની સાથે નિર્ભયાના ચારેય દોષિતોની ડમી ફાંસીની તૈયારી કરી રહી છે. થોડીવાર બાદ જ પવન જલ્લાદના હાથે ડમી ફાંસીની પ્રક્રિયા શરૂ થશે અને ચારેય ડમીને ફાંસી પર લટકાવવામાં આવશે.
નોંધનીય છે કે, દોષી અક્ષયના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને 3 માર્ચએ થનારી ફાંસી રોકવાની માંગ કરી હતી. અક્ષયના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેના તરફથી રાષ્ટ્રપતિના સમક્ષ દાખલ દયા અરજીમાં પૂરા દસ્તાવેજ નહોતા, જેના કારણે તેમની અરજી ફગાવી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.