Paytmના CEO વિજય શેખરની પોલીસે કરી ધરપકડ જાણો શુ છે કારણ??

પેટીએમના સંસ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માને ગત મહિને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિજય શેખર શર્માને આઈપીસીની કલમ 279 અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા. અને આ ઘટના 22 ફેબ્રુઆરી થઈ હતી અને ડીસીપી બેનિતા મૈરી જૈકરના ડ્રાઈવર કોન્સ્ટેબલ દીપક કુમારે આ સંબંધમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર દિલ્હીના અરબિંદો માર્ગ પર દ મદર્સ ઈંટરનેશનલ સ્કૂલ બહાર ડીસીપીની ગાડીને એક જૈગવાર લોંડ રોવર કારે ટક્કર મારી દીધી હતી અને જેને કથિત રીતે પેટીએમના સીઈઓ ચલાવી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ જણાવ્યું હતું કે, પોલીસે વિજય શેખર શર્માની ધરપકડ કરી દીધી છે અને તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ ઘટના 22 ફેબ્રુઆરીની છે. આ મામલામાં કોન્સ્ટેબલ દીપક કુમારે જણાવ્યું હતું કે, તે ડીસીપી જયકર સાથે તૈનાત હતા. સવારે લગભગ 8 કલાકની આસપાસ તેમની ગાડી એક પેટ્રોલપંપ પર લઈ ગયા હતા. મદર્સ ઈંટરનેશનલ સ્કૂલ પહોંચ્યા તો, ઓપરેટર કોન્સ્ટેબલ પ્રદીપ મારી સાથે હતા અને ત્યાં ટ્રાફિક જામ હતો. લોકો પોતાના બાળકોને સ્કૂલે મુકવા જઈ રહ્યા હતા.અને મેં ગાડીની સ્પીડ ઓછી કરી અને પ્રદીપને નીચે ઉતરી ટ્રાફિક સાફ કરવા કહ્યું.

દીપકે કહ્યું કે, હું રાહ જોઈ રહ્યો હતો, ત્યારે આવા સમયે એક કાર સાઈડમાં ફૂલ સ્પીડે આવી અને મારા વાહનને ટક્કર મારી હતી. હરિયાણાનના રજીસ્ટ્રેશનવાળી નંબર પ્લેટ હતી અને તે વ્યક્તિ ગાડીની ફૂલ સ્પિડ કરીને ભાગી ગયો હતો. અમારૂ વાહન તૂટી ગયું અને પ્રદીપ મને રોડની સાઈડમાં ગાડી પાર્ક કરવા કહ્યું. અમે ડીસીપીને જાણકારી આપી અને તે કાર વિશે પૂછવા લાગ્યા.અને અમે તેમને જણાવ્યું કે, અમને નંબર નોટ કરી લીધો છે અને અમે માલવીય નગર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.