શિક્ષણવિદ અને લેખક પ્રતાપ ભાનુ મહેતાએ કહ્યું કે, એક રીતે મહાત્મા ગાંધીની હત્યાએ દેશને બચાવી લીધો. જો ગાંધીજીની હત્યા ન થઈ હોત તો ભારત હિંદુ રાષ્ટ્ર બની જતે. કોંગ્રેસમાં પણ બે ફાડ પડી જતે. તેમણે આ વાત ગાંધી પીસ ફાઉન્ડેશનના એક કાર્યક્રમાં કહી હતી.
તેમણે કહ્યું, અમે ગાંધીનું સન્માન કરીએ છે. પણ 1930ના દશકાની શરૂઆતમાં આપણને નહોતી ખબર કે તેની સાથે શું કરવાનું છે. એક રીતે ગોડસેએ કરેલી તેની હત્યાને ભારતને બચાવી લીધો. તેણે કોંગ્રેસ પાર્ટીમાં સંભવિત વિભાજનને રોકવા અને હિંદુ રાષ્ટ્રને સ્વીકાર કરવાથી રોક્યા. શું ગાંધીની હત્યા વિના નેહરૂવાદી ભારતનું નિર્માણ સરળ હતું? માટે ગાંધીની મૃત્યુએ એક ઉદ્દેશને પૂરો કર્યો છે.
‘ગાંધીનું ઔચિત્યઃ ગાંધી અને સમકાલીન રાજનીતિ’ વિષય પર બોલતા મહેતાએ પૂછ્યું, આ અવસરે આપણે કયા ગાંધીને યાદ કરવા જોઈએ? એ ગાંધી જે આપણને પ્રેરિત કરે છે, જે આપણા વિરોધને ઘણું આપે છે? કે પછી તે ગાંધી જેણે ભારતની આઝાદીની પ્રતિક્રિયા પર મૌન ધારણ કરી લીધું હતું?
મહેતાએ ભાજપાને હિંદુ ધર્મ માટે સૌથી વધારે કટ્ટરપંથી પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું, ઘણીવાર ફાસીવાદના જુદા લક્ષણો જોવા મળે છે. અલ્પસંખ્યકોને નિશાનો બનાવવાને કારણે જે લોકો તાનાશાહી વધારી રહ્યા છે, અને એક નેતૃત્વ સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠા જતાવે છે, તેઓ માને છે કે નેતા જે પણ કરશે તે યોગ્ય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.