પેજ કમીટી ની રચના બાબતે પારડી ભાજપ કાર્યાલયમાં સામે આવ્યો વિખવાદ, પેજ પ્રમુખ બનવા બાબતે, શહેર ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે થયો ઝગડો

પેજ કમિટીની રચના બાબતે પારડી ભાજપ કાર્યાલયમાં વિખવાદ સામે આવ્યો છે. જેમાં પેજ પ્રમુખ બનવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને આ ઝઘડામાં પ્રમુખે ઉપપ્રમુખને થપ્પડ મારી હોવાનો મામલો સામે આવ્યો હતો. તેથી આ સમગ્ર મામલે ઉપપ્રમુખે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.

પારડી ભાજપ ઉપપ્રમુખે હોદ્દા પરથી રાજીનામું આપવા બાબતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં જણાવ્યું હતું કે, હું પારડી શહેર ભાજપમાં હાલમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. મારી પેજ પ્રમુખની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલી છે.

જેથી કાર્યકર્તાના ફોટા તેમજ ફોર્મ ભરવાનું કાર્ય ચાલુ છે. જે કામ હું કરી રહ્યો હતો ત્યારે અમારા ઘરમાં મારા માસીના દિકરાને અચાનક હાર્ટએટેક આવતા તેને તાત્કાલીક મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી જેને હું મળવા ગયો હતો.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ સી.આર. પાટીલ સંગઠનમાં ઘણા ફેરફારો કરી રહ્યા છે. ત્યારે 2022ની ચૂંટણીમાં તમામ વિધાનસભાની બેઠકો જીતવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે અને તમામ જગ્યાઓ પર કાર્યકર્તાઓને પેજ કમિટીની રચના કરવાના આદેશ આપ્યા છે.

પારડી ભાજપ ઉપપ્રમુખે હોદ્દા પરથી રાજીનામું આપવા બાબતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં જણાવ્યું હતું કે, હું પારડી શહેર ભાજપમાં હાલમાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. મારી પેજ પ્રમુખની પ્રક્રિયા હાલમાં ચાલી રહેલી છે. જેથી કાર્યકર્તાના ફોટા તેમજ ફોર્મ ભરવાનું કાર્ય ચાલુ છે.

જે કામ હું કરી રહ્યો હતો ત્યારે અમારા ઘરમાં મારા માસીના દિકરાને અચાનક હાર્ટએટેક આવતા તેને તાત્કાલીક મુંબઈ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી જેને હું મળવા ગયો હતો. જેની જાણ મે શહેર પ્રમુખ રાજેશ પટેલને કરેલી હતી. છતાં પણ આજે શહેર પ્રમુખે સવારે 11:20 કલાકે મને ફોન કરી જણાવ્યું હતું કે, તમારું કામ બાકી છે એવું જણાવી મને ફોન ઉપર ગમે તેમ ગુસ્સામાં વાતો કરવા લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.