કિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિધ્ધુએ રાજકીય કેરિયરની શરુઆત ભાજપમાંથી કરી હતી.હવે તેઓ કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાંથી કુદકો મારીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો શરુ થઈ છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આપના અધ્યક્ષ કેજરીવાલને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કેજરીવાલે કહ્યુ હતુ કે, અમારી પાર્ટીમાં તેમનુ સ્વાગત છે પણ કોરોના સંકટને આગળ ધરીને કેજરીવાલે આ બાબત પર વધુ ચર્ચા કરવાની ના પાડી દીધી હતી.
એવી અટકળો થઈ રહી છે કે, પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા સિધ્ધુ આપમાં સામેલ થશે.હાલમાં પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ સાથે સિધ્ધુને બનતુ નથી.સિધ્ધને છેલ્લા કેટલાક સમયથી સાઈડ લાઈન કરી દેવાયા છે.સિધ્ધુએ પંજાબ સરકારમાં મંત્રીપદેથી પણ રાજીનામુ આપી દીધુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.