1 માર્ચથી શરૂ થશે વેક્સીનેશનનો બીજો તબક્કો,પ્રાઈવેટ હોસ્પિટલમાં વેક્સિન લેનારે ખર્ચવા પડશે રૂપિયા

કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં ગંભીર બીમારીથી પીડાતા 45 વર્ષથી ઉપરના લોકોએ એક હસ્તાક્ષરિત મેડિકલ સર્ટિફિકેટ આપવાનું રહેશે.

બુધવારે થયેલી કેન્દ્ર સરકારની પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું છે કે કોરોના વેક્સીનેશનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ કરાશે.

વેક્સિનના લાભાર્થીઓ પહેલા કોરોના વેક્સિન લગાવ્યા બાદ જ પોસ્ટ વેક્સિન સર્ટિફિકેટ મેળવી શકશે. પણ એવું હવે નથી. વેક્સિન લગાવ્યા બાદ સેન્ટ્રલ ગર્વમેન્ટ સર્ટિફિકેટ જાહેર કરશે અને લાભાર્થીને તે આપી દેવાશે. એપની મદદથી તેને ડાઉનલોડ પણ કરી શકાય છે.

સરકારી હોસ્પિટલમાં રસી લેનારને મફતમાં મળશે કોરોનાની વેક્સિન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 24 ફેબ્રુઆરીની સવાર સુધી 1,21,65,598 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 64,98,300 આરોગ્ય કર્મચારીઓ (પ્રથમ ડોઝ), 13,98,400 આરોગ્ય કર્મચારીઓ (બીજી માત્રા) અને 42,68,898 ફ્રન્ટલાઈન કામદારો (પ્રથમ ડોઝ) શામેલ છે.

બીજા ડોઝ માટે રસીકરણ 13 ફેબ્રુઆરીથી શરૂ થયું, જ્યારે રસીનો પ્રથમ ડોઝ 28 દિવસનો હતો. ફ્રન્ટલાઈન કામદારોનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. મંત્રાલયે કહ્યું કે 75 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે

સરકારે 45 વર્ષથી વધારે ઉંમરના જે લોકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને રાહત આપી છે અને તેઓ પણ આ તબક્કામાં વેક્સિનલઈ શકશે.

જણાવી દઇએ કે, 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. જેમાં ભારત સરકારે 2 કોરોના વેક્સિનકોવેક્સિન તથા કોવિશિલ્ડને મંજૂરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.