દેશમાં લાગુ થયેલા લોકડાઉન વચ્ચે વતન જવા માટે પગપાળા રસ્તા પર નીકળેલા લાખો મજૂરોના દ્રશ્યો વચ્ચે આંખ ઠારે તેવી ઘટના પણ બની છે.
બેંગ્લોરની લો યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની સભ્ય પ્રિયંકા રમન સહિતના પૂર્વ વિદ્યાર્થીઓએ કેટલાક એનજીઓની સાથે મળીને આજે મુંબઈથી કેટલાક મજૂરોને વિમાન માર્ગે રાંચી પહોંચાડ્યા છે.
આ નસીબદાર 177 જેટલા મજૂરોની આજે મુંબઈ એરપોર્ટ પર લાઈન લાગી હતી.કદાચ તેમાંથી મોટાભાગનાએ પહેલી વખત એરપોર્ટ જોયુ હશે.એર એશિયાના વિમાનમાં તેમને રાંચી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમની ટિકિટ માટે પૂર્વ વિદ્યાર્થીઓએ ભંડોળ એઠુ કરવા માટે કેમ્પેઈન કર્યુ હતુ.સંગઠનનુ કહેવુ છે કે, જે જગ્યાએ મજૂરોને પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા વધારે છે ત્યાંના લોકોને અમે મદદ કરવાનુ નક્કી કર્યુ હતુ.અમને ખબર હતી કે, ઝારખંડના કેટલાક મજૂરો અહીંયા ફસાઈ પડ્યા છે.આથી અમે તેમને મોકલવાનુ નક્કી કર્યુ હતુ. જો રાજ્ય સરકારો મદદ કરે તો આ રીતે તેઓ વધારે મજૂરોને પણ મોકલવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.