માસ્કના નામે કમાણી કર્યા બાદ હવે હેલ્મેટ તથા સીટબેલ્ટનો ભંગ કરનાર પાસેથી થશે દંડ ની વસુલાત

કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડીને સરકારે મબલખ કમાણી કરી લીધી હતી. હવે પોલીસે કમાણી કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે અને કાયદાના બહાને સામાન્ય નાગરિકોને દંડીને કરોડો રૂપિયા ભેગા કરીને સરકારને વ્હાલા થવાના પ્રયત્નો કરશે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના નામે નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચના આપી છે.અને જેમાં નિયમોનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ કરવાનો ફતવો બહાર પાડયો છે.

એસટીબીના આઇજીપી પીયૂષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરતા હોવાથી મોતનું પ્રમાણ વધુ છે અથવા તો ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફ્ટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મૂકવામા આવ્યો છે. એટલું જ નહીં તમામ શહેરો અને જિલ્લાની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરાયો છે.અનેબઆ ઉપરાંત ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે અત્યાર સુધી હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનારાઓને જવા દેવાતા હતા તે બંધ થશે.

નોંધનીય છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના નામે સામાન્ય નાગરિકો પાસે પોલીસ તોડપાણી પણ મોટા ભાગે કરતી હોય છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે.અને તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.