ભારતની કૂટનીતિ અને કઠિન પરિસ્થિતિમાં પણ સરહદ પર રહેલા જવાનોના શૌર્યના કારણે ચીનની સેના હવે પેંગોંગ લેક પરથી પરત ફરી રહી છે.
ચીન પોતાના ગેરકાયદે નિર્માણને દૂર કરશેઃ
રાજનાથ સિંહે સંસદમાં કહ્યું, ‘2020માં જે પણ નિર્માણ કરવામાં આવ્યું છે કે સાઉથ બેંક પર તેને હટાવામાં આવશે.
પેટ્રોલિંગ પર હાલમાં અસ્થાયી રોક
આ સાથે બંને પક્ષ નોર્થ બેંક પર પોતાની ગતિવિધિઓ, જેમાં પેટ્રોલિંગ પણ સામેલ છે, અસ્થાયી રીતે બંધ કરવામાં આવશે. પેટ્રોલિંગ ત્યારે જ શરૂ કરવામાં આવશે જ્યારે સેના રાજનીતિક લેવલ પર વાતચીત કરી સમજૂતિ બનશે. ચીન અને ભારતે સમજૂતિ માટે બુધવારથી કાર્યવાહી શરુ કરી દીધી છે.
48 કલાકની છે ટાઇમલાન
રાજનાથસિંહે રાજ્યસભામાં કહ્યું કે પેંગોંગ લેકના દક્ષિણી અને ઉત્તરી જગ્યા પરથી સેનાની વાપસી માટે સમજૂતિ થઇ છે. રાજનાથસિંહે કહ્યું કે ચીનની સેના આ વાત પર સહમત થઇ ગઇ છે અને પેંગોંગ લેકથી સેનાની વાપસી 48 કલાકની અંદર સીનિયર કમાંડર લેવલની બેઠક થશે
ફિંગર 8 થી પાછળ હટશે ચીનની સેના
ભારત-ચીનમાં સેના વાપસીની આ સમજૂતિ થઇ છે જેના હેઠળ પેંગોંગ લેક વિસ્તારમાં બંને પક્ષ અગ્રિમ મોર્ચા પર સેનાની વાપસી કરવામાં આવશે.
ધન સિંહ થાપા પોસ્ટ પર પરત ફરશે ભારતીય સેના
આ સમજૂતિ હેઠળ ભારત પોતાની સેનાની ટૂકડીઓને ફિંગર 3ની પાસે સ્થિત સ્થાયી બેઝ ધન સિંહ થાપા પોસ્ટ પર રાખશે.
આપણે કાંઇ પણ ગુમાવ્યું નથી
રાજનાથસિહે કહ્યું કે આ વાતચીમાં ભારતે કાંઇપણ ગુમાવ્યું નથી. રાજનાથસિંહે કહ્યું કે હાલમાં પણ LAC પર થોડા જૂના મુદ્દાઓ વધ્યાં છે. જેના પર સરકારનું ધ્યાન રહશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.