ગુજરાતમાં ભાજપની નવી ભુપેન્દ્ર પટેલની (BHUPENDAR PATEL) સરકાર આવતા જ ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે અંગત સચિવ ,અધિક અંગત સચિવ અને અંગત મદદનીશ નિમણૂક તો ઓર્ડર થયો છે. જેમાં મોદી (MODI) સરકાર (GOVERNMENT) વખતથી સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ બદલાય પણ તેમની ચેમ્બરોમાં જોવા મળતા પી.એ (P.A)અને પી.એસની(P.S) હકાલપટ્ટી કરી દેવાઈ છે.
સામાન્ય વહીવટ વિભાગે બુધવારે બે તબકકે કરેલા ઓર્ડરમાં ૨૪ મંત્રીઓને ત્યાં કુલ ૬૨ અધિકારીઓની નિમણૂંક થઈ છે. નવા PA – PSમાં પહેલીવાર સચિવાલય કેડરનો દબદબો રહ્યો છે.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
સામાન્ય વહીવટ વિભાગ માં તપાસ , મૂલ્યાંકન , વિષયો સંભાળતી બ્રાન્ચમાં એક હથ્થુ શાસન ભોગવતા ડેપ્યુટી અને જોઇન્ટ સેક્રેટરી અન્યત્રે ખસેડી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ નિમણૂક થયેલા બંને ડેપ્યુટી સેક્રેટરી ઓ ને હવે મંત્રીઓને ત્યાં અંગત સચિવ તરીકે મુકી દેવાયા છે.ખાસ કરીને મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન માટે નવા પડકારો ઊભા થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.