છેલ્લા એક વર્ષમાં ભારતીય શેર બજારમાં સારી તેજી જોવા મળી છે. અનેક પેની સ્ટોકે પણ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. જે પેની સ્ટોકે શાનદાર પ્રદર્શન કર્યું તેમાં જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. આ કંપનીમાં અનેક દિગ્ગજ બેન્કોનું રોકાણ પણ છે.
ભારતીય શેર બજારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન જે પેની સ્ટોકે શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમાં જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (GTL Infrastructure ) પણ એક છે. કંપનીના શેરનો ભાવ આ દરમિયાન 0.85 પૈસાથી વધી 1.85 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. એટલે કે પોઝીશનલ ઈન્વેસ્ટરોને આ દરમિયાન 115 ટકાનો ફાયદો થયો છે.
ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ સારી વાત છે કે આ પેની સ્ટોકમાં એલઆઈસી સહિત ઘણી સરકારી બેન્કોએ દાવ લગાવ્યો છે. કંપનીના ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 સુધીના શેર હોલ્ડિંગમાં આ વાત સામે આવી છે. આવો જાણીએ કઈ-કઈ સરકારી બેન્કે તેમાં રોકાણ કર્યું છે.
એલઆઈસીની કેટલી ભાગીદારી?
ડિસેમ્બર 2023ના શેર હોલ્ડિંગ પ્રમાણે કંપનીમાં એલઆઈસીની કુલ ભાગીદારી 3.33 ટકા છે. એલઆઈસી પાસે પેની સ્ટોકના 42,61,77,058 શેર છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર ક્વાર્ટર સુધી એલઆઈસીના શેર હોલ્ડિંગમાં કોઈ ફેરફાર થયો નથી.
બેન્ક ઓફ બરોડા પાસે પણ છે કંપનીના શેર
આ સસ્તા સ્ટોકમાં બેન્ક ઓફ બરોડાએ પણ રોકાણ કર્યું છે. બેન્ક ઓફ બરોડાની કુલ ભાગીદારી 5.68 ટકા છે. તેની પાસે કંપનીના 72,79,74,981 શેર છે. નોંધનીય છે કે બેન્ક ઓફ બરોડાના શેર હોલ્ડિંગમાં પણ કોઈ ફેરફાર થયો નથી.
કેનરા બેન્કનો પણ કંપનીમાં દાવ
ડિસેમ્બર 2023 સુધી કેનરા બેન્ક પાસે જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 51,91,15,428 શેર છે. જે 4.05 ટકા બરોબર છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરથી ડિસેમ્બર સુધી બેન્કે ન શેર વેચ્યા છે અને ન ખરીદ્યા છે.
સેન્ટ્રલ બેન્કની હોલ્ડિંગ 7 ટકાથી વધુ
કંપનીના શેર હોલ્ડિંગ પ્રમાણે સેન્ટ્રલ બેન્કનું રોકાણ પણ આ પેની સ્ટોકમાં છે. બેન્કની કંપનીમાં ભાગીદારી 7.36 ટકા છે. એટલે કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના 94,21,54,37,65 શેર છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ સેન્ટ્રલ બેન્કની કુલ ભાગીદારી 7.36 ટકા છે.
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા
આ સરકારી બેન્કની GTL Infrastructure માં સૌથી વધુ ભાગીદારી છે. બેન્કની પાસે ડિસેમ્બર 2023 સુધી 12.07 ટકા હિસ્સો હતો. એટલે કે તેની પાસે 1,54,62,71,599 શેર હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.