દુનિયામાં હાલમાં જ્યાં બ્લેક, વ્હાઇટ અને હવે યલો ફંગસ (Black, White And Yellow Fungus)નો આતંક ચારેય તરફ ફેલાઇ ગયો છે તે વચ્ચે એક એવી પણ ફંગસ છે જે સ્વાસ્થ્યવર્ધક છે. અને તેનાં માટે લોકો લાખો રૂપિયા ખર્ચી દે છે. તેની અંદર ઔષધીય ગુણ છે. જેને કારણે લોકો તેને ખરીદવા માટે પાણીની જેમ પૈસા વહાવે છે.
ભલભલા ફંગસ (Fungus)નું નામ સંભળીને ડરી જાય છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસનો દુનિયા ભરમાં આતંક છે. કોરોના (corona Virus)ની સારવાર બાદ લોકોમાં આ ફંગસનો પ્રકોપ જોવા મળ્યો છે. અને તેનાંથી મોતનાં આંકડાંમાં પણ વૃદ્ધિ થઇ ગઇ છે. પણ શું આપ જાણો છો દુનિયામાં એક એવી ફંગસ છે જેને ખરીદવા લોકો પાણીની જેમ પૈસા વહાવે છે. તેને દુનિયાની સૌથી મોંઘી ફંગસ માનવામાં આવે છે.
દુનિયાની આ સૌથી મોંઘી ફૂગને ભારતનાં હિમાલય (Himalaya)માં કીડાજડી અને યારશાંગુબા કહેવાય છે ઘણાં લોકો તેને હિમાલયન વિયાગ્રા (Himalayan Viagra) તરીકે પણ ઓળખે છે. જોકે અંગ્રેજીમં તેને કેટરપિલર ફંગસ (Caterpillar Fungus) કહેવાય છે. દુનયાનાં ઘણાં દેશો, ખાસ કરીને ચીન (China)માં તેની ભારે માંગ છે. તેનાં ઔષધીય ગુણોને કારણે આ ફંગસની ખરીદી થાય છે. પણ આ ફંગસ ફક્ત ખાસ વિસ્તારમાં જ થાય છે. આ ફંગસ ઠંડા વિસ્તારમાં 3500 મીટરની ઉંચાઇ પર જ જોવા મળે છે.
આ વિસ્તારમાં જ થાય છે હિમાલયન વિયાગ્રા- કેટરપિલર ફંગસ ઉચાઇવાળા વિસ્તારમાં થાય છે. ભારતનાં હિમાલયી ક્ષેત્ર ઉપરાંત નેપાળ, ચીન અને ભૂટાનનાં ઉંચાઇવાળા વિસ્તારમાં પણ આ ફંગસ ઉગી નીકળે છે. ખાસ કરીને પહાડી વિસ્તારમાં. ઉત્તરાખંડનાં પિથૌરગઢ, ચમોલી અને બાગેસ્વરમાં તે ઉગી નીકળે છે. તેનાં ઉછેરનો ઉપાય ઘણો અલગ છે. જ્યારે મેથી જુલાઇની વચ્ચે પર્વતો પરથી બરફ ઓગળવા લાગે છે ત્યારે સરકાર કેટલાંક લોકોને ભાડે લે છે. અને આ લોકો ઉંચાઇ પર જઇને ફંગસ ભેગી કરે છે. તેને ભેગી કરવામાં જ બેથી ત્રણ મહિનાનો સમય લાગે છે. ત્યાં સુધી આ લોકો ઉચાઇ વાળા ક્ષેત્રમાં જ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.