ગુજરાતના લોકોને મળી ગરમીમાં રાહત, તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો…

ગુજરાતમાં આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી હીટવેવ ની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પાછલા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાછલા એક અઠવાડિયાથી પ્રચંડ ગરમી પડી રહી છે.અને રાજ્યના 4 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જો કે હવામાન વિભાગના મતે રાજ્યમાં આજે હીટવેવની શક્યતા નહિવત છે.

જેથી ગુજરાતમાં આકરી ગરમી સહન લોકોને આંશિક રાહત મળશે. અમદાવાદમાં સતત ત્રણ દિવસથી 42 ડિગ્રી કરતા વધારે ગરમી પડી રહી છે. આ ઉપરાંત વડોદરા, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ટોર્ચર સતત લોકોને પરેશાન કરી રહ્યું છે.અને અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સૂમસામ બને છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.