સુરતની 159 વિધાનસભા બેઠકો પર AIMIMની બેઠક મળી હતી. જેમાં સભામાં અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
News Detail
સુરતમાં નારા લાગ્યા કે ઓવૈસી પાછા જાઓ
સુરતની 159 વિધાનસભા બેઠકો પર AIMIMની બેઠક મળી હતી. જેમાં સભામાં અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઓવૈસીની સભાનું આયોજન રૂદ્રપુરા ખાડી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો ઉમટ્યા હતા.
જો કે, આ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ મુસ્લિમ મતદાનને કારણે ઓવૈસીની નજર આ બેઠક પર છે. પરંતુ અહીં મુસ્લિમ સમુદાય દ્વારા ઓવૈસીનો વિરોધ કરવામાં આવ્યો હતો. AIMIM નેતા ઓવૈસી સુરતમાં વિધાનસભા પૂર્વેની બેઠકમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ વિરોધ પણ જોવા મળ્યો હતો.
આ સીટ પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. જો આ સીટ પર મુસ્લિમ કાર્ડ ચાલે છે તો સફળતા મળવાની પૂરી સંભાવના છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમની સભામાં જ મોટો હોબાળો થયો હતો. મુસ્લિમ યુવાનોએ ઓવૈસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રદર્શન કર્યું હતું. પાછા જાઓ પાછા જાઓના લાગ્યા હતા.
આ કારણે વિરોધ
ખાસ કરીને ઓવૈસીની પાર્ટી આવવાના કારણે કોંગ્રેસના પરંપરાગત મતો તૂટવાની શક્યતા રહેલી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને આ મતો મળતા આવ્યા છે પરંતુ આ મતો હવે તેમના માટે ખતરામાં આવી ગયા છે જેથી આ મામલે વિરોધ પણ કેટલીક મુસ્લિમ બેઠકો પર થઈ રહ્યો છે. જે સુરતમાં પણ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.