પેરિસ ઓલિમ્પિક 2024ની ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન સામે ભારતીય ટીમના દમદાર હોકી ખેલાડી અમિત રોહદાસને લાલ કાર્ડ બતાવવામાં આવ્યું…

પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ હોકી ઇવેન્ટની ક્વાર્ટર ફાઈનલ ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે રમાઈ રહી છે. ભારતને આ નોકઆઉટ મેચના બીજા ક્વાર્ટરમાં મોટો ફટકો પડ્યો છે, અનુભવી ખેલાડી અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું. ત્યારે હવે ભારતીય હોકી ટીમને આ નોકઆઉટ મેચમાં માત્ર 10 ખેલાડીઓ સાથે રમવું પડી રહ્યું છે. મેચ અધિકારીઓ અમિત રોહિદાસને લઈને ખૂબ જ કડક દેખાયા.

ક્વાર્ટર ફાઈનલના બીજા ક્વાર્ટરની બીજી મિનિટે અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું. મેચની 17મી મિનિટે અમિત રોહિદાસની હોકી સ્ટીક ભૂલથી ગ્રેટ બ્રિટનના ખેલાડીના ચહેરા પર વાગી ગઈ. અમ્પાયરોએ આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું કે આવું ભૂલથી થયું કે જાણી જોઈને. વિપક્ષી ટીમનો એક ખેલાડી ઇજાગ્રસ્ત થવાથી અમ્પાયરે સીધું જ અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવી દીધું.

પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ હોકી ઇવેન્ટની ક્વાર્ટર ફાઈનલ ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે રમાઈ રહી છે. ભારતને આ નોકઆઉટ મેચના બીજા ક્વાર્ટરમાં મોટો ફટકો પડ્યો છે, અનુભવી ખેલાડી અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું. ત્યારે હવે ભારતીય હોકી ટીમને આ નોકઆઉટ મેચમાં માત્ર 10 ખેલાડીઓ સાથે રમવું પડી રહ્યું છે. મેચ અધિકારીઓ અમિત રોહિદાસને લઈને ખૂબ જ કડક દેખા.

ક્વાર્ટર ફાઈનલના બીજા ક્વાર્ટરની બીજી મિનિટે અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું. મેચની 17મી મિનિટે અમિત રોહિદાસની હોકી સ્ટીક ભૂલથી ગ્રેટ બ્રિટનના ખેલાડીના ચહેરા પર વાગી ગઈ. અમ્પાયરોએ આ વાત પર બહુ ધ્યાન ન આપ્યું કે આવું ભૂલથી થયું કે જાણી જોઈને. વિપક્ષી ટીમનો એક ખેલાડી ઇજાગ્રસ્ત થવાથી અમ્પાયરે સીધું જ અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવી દીધું.

રેડ કાર્ડનો અર્થ એ છે કે તમે મેચમાં આગળ રમી ન શકો, ન તો ટીમને મેચમાં તેનો કોઈ વિકલ્પ મળી શકે છે. કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ હોકી ખેલાડીઓએ આની નિંદા કરી અને કહ્યું કે આ કિસ્સામાં વધુમાં વધુ યલો કાર્ડ આપવામાં આવ્યું હોત અને તેને 10 મિનિટ માટે બહાર બેસાડવામાં આવ્યો હોત, પરંતુ આટલી મોટી મેચમાં કોઈ અજાણતામાં ભૂલ કરી શકે નહીં. કારણને બાકાત રાખવું બિલકુલ યોગ્ય નથી.

શું થયું હતું?

બીજા ક્વાર્ટરની બીજી મિનિટે, અમિત રોહિતદાસ મિડફિલ્ડમાં ડ્રિબલ કરી રહ્યો હતો ત્યારે તેની સ્ટીક તેના વિરોધીના ચહેરા પર વાગી હતી. ફિલ્ડ અમ્પાયરે મેચ અટકાવી દીધી અને નિર્ણય ટીવી અમ્પાયરને રિફર કર્યો જેણે નિર્ણય આપ્યો કે ભારતીય ખેલાડીએ જાણી જોઈને માર્યું હતું. જો કે, ફૂટેજ જોતા સ્પષ્ટ થાય છે કે તેણે આ જાણી જોઈને કર્યું નથી, પરંતુ તેમ છતાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.