બદલાતા રંગ બદલાય તો તમારે સમજવાનું શરીરમાં કોઈ રોગનો પગપેસારો થયો છે. એક સ્વસ્થ વ્યક્તિ આખા દિવસમાં લગભગ 7તી 8 વખત યુરિન પાસ કરવા જાય છ…
સાચવજો આ તમારા શરીરની અંદર રહેલા રોગની નિશાની છે. શું તમારો પેશાબ પણ અલગ અલગ રંગનો આવે છે? જો તમને પણ પેશાબને લગતી કોઈ સમસ્યા હોય તો સૌથી પહેલાં જાતે જ જાણી લો આ સંકેતો પરથી ઘરબેઠાં મળશે મહત્ત્વની માહિતી.
વિટામિન B ના કારણે તમારા પેશાબનો રંગ પીળો થઈ શકે છે, જો કે, તેનાથી શરીરના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી, તેથી ગભરાવાની જરૂર નથી. જો તમારા યુરિનનો રંગ હળવો પીળો થઈ જાય તો તેનો અર્થ છે કે તમે શરીરને જેટલું પાણી જોઈએ છે એટલું પીતા નથી. આવામાં તમારે વધુ પાણી પીવું જોઈએ. અનેકવાર ડાયાબિટિસ અને ડિડની રોગનના કારણે પણ યુરિનનો રંગ આવો થઈ જાય છે.
જો તમે બીટ, ગાજર, ટામેટુ અથવા બેરી ખાતા હોવ તો તમારો પેશાબ લાલ અથવા ગુલાબી થઈ શકે છે. પરંતુ જો તમે આવું કંઈ ના ખાધુ હોય તો પણ તમારા પેશાબનો રંગ લાલ અથવા ગુલાબી દેખાય છે, તો તેનો અર્થ એ છે કે પેશાબમાં લોહી છે. તેના ઘણા અર્થ હોઈ શકે છે જેમ કે મૂત્રાશયનું કેન્સર, કિડનીની સમસ્યા અથવા મોટું પ્રોસ્ટેટ. આ દરેક સમસ્યાઓ ગંભીર
જો તમારા પેશાબનો રંગ ડાર્ક બ્રાઉન અથવા ચા ના રંગનો દેખાય છે, તો એ ચિંતાજનક બાબત છે. તેનો અર્થ એ છે કે તમે જરૂર કરતાં ઓછું પાણી પી રહ્યા છો. જો પૂરતા પ્રમાણમાં પાણી પીવા છતાં પેશાબનો રંગ બદલાતો નથી, તો તે લીવર અથવા અન્ય કોઈ સમસ્યાનો સંકેત બતાવે છે. જેથી તમારે સાવચેતી લેવાની શરૂ કરી દેવી જોઈએ.
સામાન્ય રીતે, વાદળી અથવા લીલો પેશાબ ભાગ્યે જ દેખાય છે, તેથી તમે તેને જોઈને ચોંકી જશો. આવું થઈ શકે છે કારણ કે તમારા ખોરાકમાં કોઈ રંગ છે અથવા તમે અમુક દવાઓ લઈ રહ્યા છો તો આવું બની શકે છે. પરંતુ આ ચિંતાજનક વાત છે તેથી જો વાદળી અથવા લીલો પેશાબ દેખાય, તો તરત જ ડૉક્ટરને જાણ કરો. તારે હોસ્પિટલ પહોંચવાની જરૂર છે. અનેકવાર જ્યારે તમે કલર્ડ ફૂડ્સ કે એલોપેથિક મેડિસિનનું વધુ સેવન કરતા હોવ તો તેના કારણે યુરિનનો કલર ગ્રીન-બ્રાઉન થઈ શકે છે. પરંતુ જો આમ ન હોય તો તમારે તરત જ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી
જો તમારા પેશાબનો રંગ વાદળી હોય તો તમને ચોક્કસ કિડનીને લગતી તકલીફ હોઈ શકે છે. આ સિવાય ક્યારેક પેશાબમાં વીર્ય ભળી જાય છે જેના કારણે તેનો રંગ આવો થઈ જાય છે. તમારે ખાસ સાચવવાની જરૂર છે. અનેકવાર યુરિનનો રંગ વાદળો જેવો ધૂંધળો થઈ જાય છે. આ સીરિયસ ઈન્ફેક્શન તરફ ઈશારો કરે છે. બની શકે કે તમારા બેલ્ડરમાં કોઈ પ્રકારનું સંક્રમણ હોય. આવામાં તમારે તરત ડોક્ટર પાસે જવું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.