મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત અલગ-અલગ રાજ્યોની પેટાચૂંટણી સાથે ગુજરાતની 6 બેઠકો માટે પણ પેટા ચૂંટણી 21 ઓક્ટોબરે યોજાવા જઇ રહી છે જેને લઇને આજરોજ પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આમ 6 બેઠકો પર પેટાચૂંટણીને લઇને સત્તા ટકાવી રાખવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે
- છ બેઠક પર 21 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે
- સત્તા ટકાવી રાખવા ભાજપનું એડીચોટીનું જોર
- પેટા ચૂંટણીને લઇને વટીવટી તંત્રની પ્રકિયા પુર્ણ
રાજ્યમાં કઇ બેઠક પર પેટાચૂંટણી યોજાશે
રાજ્યની 6 બેઠકની પેટાચૂટંણીને લઇને આજરોજ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ રાધનપુર, બાયડ, લુણાવાડા, અમરાઇવાડી, થરાદ અને ખેરાલુ બેઠક પર મતદાન યોજાશે.
પેટાચૂંટણીને લઇને રાજ્યમાં પક્ષોનું એડીચોટીનું જોર
ગુજરાતમાં યોજાનારી 6 બેઠક પરની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જ્યારે ભાજપ સત્તા ટકાવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
કઇ બેઠક પર કોણ-કોણ ઉમેદવાર
રાજ્યની 6 બેઠક પર યોજાનારી પેટાચૂંટણીની વાત કરીએ તો રાધનપુરમાં ભાજપના અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઇ ઉમેદવાર છે. જ્યારે બાયડમાં ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસના જશુ પટેલ મેદાનમાં છે. જ્યારે થરાદમાં જીવરાજ પટેલ સામે ગુલાબસિંહ રાજપૂત છે. ખેરાલુની વાત કરીએ તો ભાજપના અજમલ ઠાકોર સામે બાબુ ઠાકોર ઉમેદવાર છે. લુણાવાડામાં જિજ્ઞેશ સેવક સામે ગુલાબસિંહ ચૌહાણ છે. જ્યારે અમરાઇવાડીમાં જગદીશ પટેલ સામે કોંગ્રેસના ધર્મેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે.
ભાજપની સત્તા જાળવવા કવાયત
રાજ્યમાં યોજાનારી 6 બેઠકની પેટાચૂંટણીમાં સૌથી વધારે કવાયત ભાજપ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની સત્તા હતી. આમ સત્તા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ભાજપ પાસેથી જીતવા પ્રયત્ન કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.