ગુજરાતમાં ઠંડીનો ચમકારો ભલે વધી રહ્યો હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો છે એનું કારણ માત્રને માત્ર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચુંટણી છે. પેટા ચુંટણી માં બીજી બધીએ બેઠક કરતાં સૌથી વધારે હાઇપ્રોફાઇલ ગણો કે સૌથી વધારે ચર્ચાતી બેઠક એટલે રાધનપુર વિધાનસભા બેઠક. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરી રાધાનપુરમાં પેરાશૂટ ઉમેદવાર બન્યા છે.
અલ્પેશ ઠાકોરને રાધનપુર પેટા ચુંટણી માં ઉમેદવાર બનાવવામાં આવતાં ભાજપમાં આંતરિક ખેંચતાણ તો છે જ છે જ સાથે સાથે ઠાકોર સમાજ માં પણ આ બાબતે રોષની લાગણી છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પર અલ્પેશ ઠાકોરના રાજીનામાં બાદ ઉમેદવાર શોધવાની અને ચુંટણી પ્રચારની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા તમામ નેતાઓનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. ઠાકોર સમાજના તમામ આગેવાનોને પણ ચુંટણી પ્રચારમાં સક્રિય કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.