પેટ્રોલ ડિઝલના ભાવમાં થશે ધટાડો, જાણો મોદી સરકાર કઈ રીત ધટાડશે કિંમત.

સતત વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડિઝલનાં ભાવ નાં કારણે લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સતત વધતાં જતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર હવે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે.

એક જ દિવસે જીએસટી કાઉન્સિંલની બેઠક પણ યોજશે.
કેરળ હાઈકોર્ટે ના સૂચના બાદ મંત્રીઓ આ મુદ્દે વિચારણા કરીને તેને જીએસટી હેઠળ આવરી લેવાનો પ્રસ્તાવ તૈયાર કયાઁ છે. જો પેટ્રોલ ડિઝલ જીએસટી હેઠળ આવશે તો તેનાં પર સેસ લાગૂ થશે તે નિશ્ચિત છે પરંતુ તેમ છતાં હાલના ટેકસ કરતાં પણ તે ઓછો હશે. રાજયોના વેટના દર પણ અલગ છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o&t=1s

ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટીની વાત કરીએ તો 31.80 રૂપિયા પ્રતિ લીટરે 16.75 ટકા વેટ અને 41.41 બેઝ પ્રાઇસ છે. આ જ રીત પેટ્રોલમાં 32.90 રૂપિયા પ્રતિ લિટરે 30 ટકા વેટ અને 38.93 બેઝ પ્રાઇસ છે. જીએસટીના સમૂહ આ સપ્તાહ એટલે કે, 17 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ પદાર્થના એક દેશ, એક ભાવ પ્રસ્તાવ પર વિચારણા કરશે. આ બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં મળવા જઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે, મંત્રીઓનો સમૂહ સહમત થશે તો GST કાઉન્સિલને પ્રસ્તાવ મોકલાશે. ઉલ્લેખનિય છે કે, હાલ પેટ્રોલ પર 143% અને ડીઝલ પર 108% ટેક્સ વસૂલાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અઘ્યક્ષતામાં મંત્રીઓ સમૂહની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારબાદ તેને જીએસટી કાઉન્સિલને મોકલાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.