પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 4 દિવસથી સતત વધારો થયા બાદ આજે અનેક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થયા છે. રાજસ્થાન અને શ્રીગંગાનગરમાં પેટ્રોલ 102.05 રૂપિયા લિટર થયું છે.
પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થવાના કારણે 4 દિવસમાં તે 1 રૂપિયાથી વધારે મોંઘું થયું છે
- રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 102.15 રૂપિયા પ્રતિ લિટર
- દિલ્લીમાં પેટ્રોલની કિંમત 91.27 રૂપયા પ્રતિ લિટર પહોંચી
- દિલ્લીમાં ડીઝલની કિંમત 81.73 રૂપિયા પ્રતિ લિટર પહોચી
- મુંબઈમાં પણ પેટ્રોલ 97.61 રૂપિયાને પાર
ઉર્જા વિશેષજ્ઞનું કહેવું છે કે કાચા તેલની કિંમતમાં વધારાની આશા છે. તેલની ખપત કરનારા મોટા દેશમાં વેક્સીનેશન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં અમેરિકા, ચીન, બ્રટન સહિતના અનેક પશ્ચિમી દેશો સામેલ છે. એવામાં તેલ ઉત્પાદક દેશને આશા છે કે જલ્દી દુનિયાની અર્થવ્યવસ્થા પાટા પર આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.