– કોરોનાના સંકટમાં પણ પ્રજાને રાહત નહીં
– પેટ્રોલ 57 પૈસા, ડીઝલ 59 પૈસા મોંઘા થયા, પેટ્રોલમાં કુલ રૂ. 3.31, ડીઝલમાં રૂ. 3.42 વધ્યા
કોરોના વાઈરસની મહામારીમાં લૉકડાઉન ખૂલતાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધવા લાગ્યો છે ત્યારે ઓઈલ કંપનીઓએ શુક્રવારે સતત છઠ્ઠા દિવસે ભાવમાં વધારો કર્યો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલમાં 57 પૈસા અને ડીઝલમાં 59 પૈસાનો ભાવ વધારો કર્યો હતો. પરિણામે નવી દિલ્હીમાં ભાવ પેટ્રોલનો પ્રતિ લીટર રૂ. 74.57 અને ડીઝલનો પ્રતિ લીટર પ્રતિ લીટર રૂ. 72.81 થયા હતા.
રીટેલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લૉકડાઉન ખૂલતાં 83 દિવસના વિરામ પછી ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફારની શરૂઆત કરી છે. કંપનીઓ દ્વારા સતત છ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર કુલ રૂ. 3.31 અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 3.42નો ભાવવધારો કરાયો છે. દેશમાં સૃથાનિક વેચાણ વેરો, વેટ જેવા કર તથા અન્ય પરિબળોના કારણે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ હોય છે.
દેશમાં લગભગ ત્રણ મહિનાથી ઈંધણના ભાવ સિૃથર રહ્યા હતા, પરંતુ ગયા રવિવારથી તેમાં વધારો શરૂ થયો હતો. દેશમાં તબક્કાવાર લૉકડાઉન ખોલવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલની માગ વધવા લાગી છે. લૉકડાઉન દરમિયાન ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ઘણું નુકસાન થયું છે.
બીજીબાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓપેક સહિતના ક્રૂડ ઉત્પાદક દેશોએ જુલાઈ સુધી ક્રૂડના ઉત્પાદનમાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.