પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ, થઈ ગયા છે જાહેર,જાણો….

સરકારી ઓઇલ કંપનીઓએ આજે બુધવારે ઘણા દિવસો બાદ સામાન્ય જનતાને રાહત આપતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ 24 દિવસ પેટ્રોલ-ડિઝલની કિંમત સ્થિર રાખ્યા બાદ તેના ભાવ ઘટાડ્યા છે.

આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસા અને ડીઝલ ની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં એક લીટર પેટ્રોલનો ભાવ 90.99 રૂપિયા અને એક લીટર ડીઝલનો ભાવ 81.30 રૂપિયા થઈ ગયો છે.

યૂરોપમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે ત્યાં ઈંધણની માંગમાં ઘટાડાની શક્યતા છે. તેને કારણે કાચા તેલની કિંમત 71 ડૉલર પ્રતિ બેરલની ઊંચાઈથી ઘટીને 64 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.

મુંબઈ- પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.42 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 91.18 રૂપિયા અને ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.