દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યું નથી.અને ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આજે 30 માર્ચ 2022ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદમાં પેટ્રોલ માં 0.79 પૈસાનો અને ડીઝલમાં અને ડીઝલ બંનેના ભાવમાંવધારો થતા અનુક્રમે લીટર દીઠ ભાવ રૂ.99.90 અને ડીઝલ રૂ.94.07 થઇ ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો થતાં હવે પેટ્રોલ 101 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે.
દેશભરમાં મોંઘા પેટ્રોલથી લોકો પરેશાન છે લગભગ તમામ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર વેચાઈ રહ્યું છે. દરમિયાન ફુગાવો છેલ્લા 9 દિવસથી ક્રૂડતેલના ભાવને અસર કરી રહ્યો છે.અને ઉલ્લેખનીય છે કે સ્થાનિક વેરાના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. દેશના ચાર મહાનગરોની સરખામણી કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.
આપને જણાવી દઈએ કે 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. ત્યારથી, માત્ર એક દિવસ (24 માર્ચ) સિવાય, દરરોજ કિંમતો વધી રહી છે.અને 29 માર્ચના વધારાને ઉમેરતાં 9 દિવસમાં પેટ્રોલ 5 રૂપિયા 57 પૈસા અને ડીઝલ 5.75 પૈસા મોંઘું થયું છે જેમાં 24 માર્ચે પેટ્રોલના ભાવ સ્થિર હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.