પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશઃ 29 પૈસા અને 30 પૈસાનો વધારો,પેટ્રોલિયમ મંત્રી એ કહ્યું કે……

પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચતા પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટીને જનતાની ચિંતા છે તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વાહન ઈંધણ પરના કરમાં ઘટાડો કરવો જોઈએ. માન્યુ કે પેટ્રોલિયમ ઈંધણના ભાવમાં વધારાથી ગ્રાહકોને તકલીફ થઈ રહી છે પણ એ પણ છે કે ગરીબોને ફ્રીમાં રાશન અને ફ્રી વેક્સીનેશન માટે સરકારે ધનનો પ્રબંધ ક્યાંકથી તો કરવો જ પડશે.

કાચા તેલના ભાવના આધારે ઘરેલૂ તેલ કંપનીઓ બેસ પ્રાઈઝ નક્કી કરે છે. તેની પર ચાર્જ. ટેક્સ, ડીલર કમિશન લાગે છે. તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ દરેક શહેરમાં અલગ અલગ રહે છે.

શહેર     પેટ્રોલ રૂ/લિટર     ડીઝલ રૂ/લિટર

  • દિલ્હી    96.41        87.28
  • મુંબઈ    102.58        94.70
  • કોલકત્તા  96.34        90.12
  • ચેન્નઈ      97.69        91.92

આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારો ચાલુ રહ્યો છે. વિશ્વમાં કોરોના વેક્સીનેશનની ડ્રાઈવ શરૂ થયા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો આવ્યો છે. કાચા તેલના ભાવના આધારે ઘરેલૂ તેલ કંપનીઓ બેસ પ્રાઈઝ નક્કી કરે છે. તેની પર ચાર્જ. ટેક્સ, ડીલર કમિશન લાગે છે.

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બજારના ભાવનો આધારે પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.