પેટ્રોલિયમ ઉત્પાદનમાં વર્ષો સુધી શહેનશાહી ભોગવ્યા પછી થોડા વર્ષો પહેલા અમેરિકાએ સાઉદીને પાછળ રાખી દીધું હતું. હવે રશિયાએ પણ જૂન માસ દરમિયાન સાઉદી કરતાં વધારે પેટ્રોલિયમ ઉત્પાદન કરતાં પેટ્રોલિયમ પ્રોડક્શનમાં સાઉદી અરબ ત્રીજા ક્રમે ધકેલાયું છે.
જૂન દરમિયાન રશિયાએ દૈનિક 87.88 લાખ બેરલ પેટ્રોલિયમ ઉત્પાદન કર્યું હતું. તો આ ગાળામાં સાઉદીનું પેટ્રોલિયમ ઉત્પાદન દૈનિક 75 લાખ બેરલનું હતું. રોજના 1.0879 કરોડ બેરલ ઉત્પાદન સાથે અમેરિકા તો પહેલેથી પ્રથમ ક્રમે છે જ.
સાઉદીએ જોકે જાણી જોઈને ઉત્પાદનમાં કામ મુક્યો છે, તેનો લાભ લઈ રશિયાએ તેની સાઈડ કાપી હતી. કોરોનાને કારણે પેટ્રોલિયમની ડિમાન્ડ ઘટી છે. એ સંજોગોમાંં કિંમતો જાળવી રાખવા સાઉદીએ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપર્ટ કન્ટ્રી (ઓપેક)ના દેશોને ઉત્પાદન પર કાપ મુકવા કહ્યું હતું. સાથે સાથે રશિયાને પણ ઉત્પાદન ઓછું કરવા જણાવ્યું હતું. પણ રશિયા ઓપેકનું સભ્ય નથી અને તેણે સાઉદીની ઓફર સ્વિકારી ન હતી. પોતાનું ઉત્પાદન ચાલુ રાખ્યું હતું.
જોકે સાઉદીનું ઉત્પાદન ઘટયું પણ તેની નિકાસમાં કોઈ ફરક પડયો ન હતો. અગાઉની માફક જૂનમાં પણ એ જગતનું સૌથી મોટુ પેટ્રોલિયમ નિકાસકાર રહ્યું હતું. જોકે કોરેનાને કારણે આખા જગતમાં પેટ્રોલિયમની ડિમાન્ડ ઘટી છે અને તેના કારણે ભાવો પણ ઘટયા છે.
અમેરિકાએ ઊર્જા જરૂરિયાત પુરી કરવા માટે શેલ પદ્ધતિ અપનાવીને પણ પેટ્રોલિયમ ઉત્પાદન વધાર્યું છે. શેલ પદ્ધતિ જોખમી અને ખર્ચાળ હોવા છતાં તેના કારણે પેટાળમાં રહેલું બધું પેટ્રોલિયમ મળી શકતું હોવાથી અમેરિકા સહિત અનેક દેશોએ એ રીત અપનાવી છે. તેના દ્વારા જ અમેરિકાએ 2018મા સાઉદી અનેં રશિયા બન્ને પાછળ રાખી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.