પેટ્રોલમાં 27 પૈસાનો થયો વધારો,ડીઝલમાં થયો 28 પૈસાનો વધારો

2 દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બજારમાં ઉછાળો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 27 પૈસા અને ડીઝલમાં  28 પૈસાનો વધારો કર્યો છે.

માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ખાસ વધારો થયો નથી. કાચું તેલ મોંઘુ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલમાં કોઈ વધારો થયો નથી. છેલ્લા મહિનાથી એટલે કે 4મેથી તેની કિંમતો સતત વધી છે. અને 19 દિવસમાં તે 4.44 રૂપિયા મોંઘું થયું છે.

આ પછી સરકારી તેલ કંપનીએ છેલ્લી વાર 27 ફેબ્રુઆરીએ ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કર્યો હતો. આ પછી 2 મહિના સુધી તેના ભાવ વધ્યા નહીં. છેલ્લી 4 મેથી તેના ભાવમાં થોડો થોડો કરીને 19 દિવસમાં 4.88 રૂપિયાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બજારના ભાવનો આધારે પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થાય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.