પેટ્રોલના ભાવમાં 31 પૈસાનો અને,ડીઝલમાં 32 પૈસાનો વધારો કરાયો

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલમાં 31 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે આમ બે દિવસમાં પેટ્રોલમાં 57 પૈસા અને ડીઝલમાં 63 પૈસાનો વધારો ઝીંકાયો છે.

સુરતમાં પેટ્રોલમાં 27 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો વધારો, રાજકોટમાં પેટ્રોલમાં 27 પૈસા અને ડીઝલમાં 29 પૈસા વધ્યા જ્યારે વડોદરામાં પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.અગાઉ પણ કિંમતોમાં 26-27 પૈસા અને ડીઝલમાં 29-31 પૈસાનો વધારો થયો છે. 4 મે બાદ 19 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. તો અમદાવાદમાં પણ પેટ્રોલના ભાવ 92એ પહોંચ્યા છે.

રોજના નજીવા ભાવ વધારા બાદ  મુંબઇ, જયપુર સહિત દેશભરના અનેક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે. અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં અંતર  VATના કારણે હોય છે.

પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બજારના ભાવનો આધારે પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.