રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વધુ જિલ્લાઓમાં,પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર

પેટ્રોલ અને ડીઝલમાં મંગળવારે થયેલા ભાવવધારાના કારણે ઈંધણના ભાવ દેશમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૧.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૨.૩૬ થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૮.૧૨ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૯.૪૮ થયો છે.  આ મહિનામાં ચોથી મે પછી આ છઠ્ઠો ભાવવધારો છે.

આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છઠ્ઠી વખત વધારો થયો છે. આ શ્રેમીમાં મંગળવારે પેટ્રોલમાં ૨૭ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો થયો હતો. પરિણામે મહારાષ્ટ્રના નાંદેડ, મધ્ય પ્રદેશના રેવા અને રાજસ્થાનના જેસલમેર સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે.

છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવવધારાના કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ અગાઉથી જ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો હતો. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રતિ લીટર રૂ. ૧૦૨.૭૦ના ભાવે મળે છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૦૬ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.