PF બેલેન્સ ચેક કરો સરળ રીતે ,EPFO આપે છે તમને સરળ રસ્તા

EPFO તમને એક UAN નંબર આપે છે. જેના દ્વારા તમે લોગઇન કરીને તમારા પીએફ વિશેની બધી જ ડિટેઇલ જાણી શકો છો.

જો તમારો મોબાઇલ નંબર EPFOના રેકોર્ડમાં છે અને તમારા PF ખાતા સાથે લિંક છે તો તમારે માત્ર એક જ મિસ કોલ કરવાનો રહેશે અને તમારી પીએફ ડિટેઇલ્સ મળી જશે. તેના માટે તમારે 011-22901406 પર મિસકોલ કરવાનો રહેશે.

.SMS દ્વારા પણ તમે પીએફ ખાતાની જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારે મોબાઇલ નંબર 77382-99899 પર EPFOHOUAN લખીને SMS કરવાનો રહેશે. જો તમારો નંબર રજીસ્ટર્ડ છે તો થોડી જ વારમાં એક મેસેજ આવશે જેમાં તમારા ખાતાની બધી જ જાણકારી હશે.

પીએફ ખાતાધારક https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login આ વેબસાઇટ પર લોગઇન કરીને પણ પોતાના પીએફનુ સ્ટેટસ જાણી શકે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.