ફાઇઝરની વેક્સિનથી એલર્જીની સમસ્યાનાં કેસ વધ્યા, શિકાગોની હોસ્પિટલે વેક્સિનેશન રોક્યું

અમેરિકાનાં ઘણા રાજ્યોમાં ફાઇઝરની કોરોના વેક્સિનનાં કારણે લોકોનાં બિમાર પડવાની ઘટનાઓ બહાર આવી છે, વેક્સિનથી થનારી એલર્જીનાં કારણે ઘણા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, ડેઇલી મેલનાં રિપોર્ટ મુજબ અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)નાં વેક્સિનથી એલર્જીનાં 5 કેસની તપાસ શરૂ કરી છે.

શુક્રવારે એલર્જીનાં ઘણા કેસ બહાર આવ્યા બાદ શિકાગોની હોસ્પિટલે તો કેટલાક દિવસ માટે વેક્સિનેશન રોકી દેવામાં આવ્યું છે, જો કે બાદમાં નિર્ણય લેવામાં આવ્યો કે રવિવારે વેક્સિનેશન ફરીથી શરૂ કરવામાં આવે, અહીં ચાર લોકોને વેક્સિનથી એલર્જી થઇ, તેમાં એક વ્યક્તિને એલર્જીની ગંભીર સમસ્યા પેદા થઇ, ફાઇઝર કંપની દ્વારા આ ઘટના અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

FDAનાં ડાયરેક્ટર પીટર માર્ક્સએ કહ્યું કે અલાસ્કા સહિત ઘણા રાજ્યોમાં પહેલેથી જ એલર્જીની ઘટનાઓ બહાર આવી છે, તેમણે કહ્યું કે ફાઇઝરની વેક્સિનમાં આવેલા  polyethylene glycol (PEG)નાંમનાં એક પદાર્થનાં કારણે આવી થઇ શકે છે, આ પદાર્થ મોડર્નાની વેક્સિનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

પીટર માર્કસ્એ કહ્યું કે  polyethylene glycol (PEG)નાં કારણે એલર્જીક રિએક્સન થઇ શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે ફાઇઝરની વેક્સિન લગાવવા પર રિએક્સનનાં ઓછામાં ઓછા બે કેસ નોંઘાઇ ચુક્યા છે.

અમેરિકામાં ગુરૂવારે વેક્સિન લગાવવાની 10 મિનિટ બાદ જ અલાસ્કામાં એક મહિલાને મુશ્કેલીઓનો થવા લાગી હતી, જો કે ટ્રીટમેન્ટ બાદ 6 કલાકમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.

શુક્રવારે FDAએ કહ્યું  કે પહેલા ક્યારેક ગંભીર એલર્જીનો ભોગ બનેલા લોકોએ પણ મોડર્નાની વેક્સિન લગાવવી ન જોઇએ, તે સાથે જ FDAનું કહેવું છે કે વેક્સિન લગાવવાનાં સમયે હોસ્પિટલમાં એલર્જી સારવાર માટે પુરતી સુવિધાઓ હોવી  જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.