ગુજરાત સરકાર દ્વારા શોધ યોજના હેઠળ વર્ષ 2019 થી અત્યાર સુધી કુલ 3,546 વિદ્યાર્થીઓને કુલ રૂા. 90 કરોડથી વધુની સહાય ચૂકવાઈ હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સરકારની માન્ય યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે આર્થિક સહાય પૂરી પાડતી શોધ યોજના વિશે પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને રૂ.૯૦.૩૫ કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ યોજનાનો લાભ માટે વિદ્યાર્થીઓએ https://shodh.guj.nic.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.
બે વર્ષમાં ચાર લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવા
મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, પી.એચ.ડી. કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પ્રતિ માસ રૂ.૧૫,૦૦૦નું સ્ટાઈપેંડ અને વાર્ષિક રૂ.૨૦,૦૦૦ અન્ય આનુષંગિક ખર્ચ પેટે વધુમાં વધુ બે વર્ષમાં મહત્તમ ચાર લાખ રૂપિયા સુધીની સહાય ચુકવાય છે. જે વિદ્યાર્થીઓએ અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા ૫૫% મેળવ્યા હોય તેમને ગુજરાતની માન્ય સરકારી, સેકટોરલ કે ખાનગી યુનિવર્સિટી અથવા રીસર્ચ સંસ્થામાં પી.એચ.ડી. કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઈમ મોડમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને શોધ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.