ફોગટ નહીં રમી શકે ફાઈનલ, રાતોરાત વધી ગયું વજન! ગોલ્ડનું સપનું ચકનાચૂર..

Vinesh Phogat disqualified from gold medal bout: 50 કિલો ગ્રામની શ્રેણીમાં રમી રહેલી વિનેશ ફોગાટનું રાતોરાત વધી ગયું વજન? ઓલિમ્પિક કમિટીએ ફોગાટને ઓવર વેઈટને કારણે ગેરલાયક ઠેરવી હોવાનું સામે આવ્યું.

Vinesh Phogat disqualified from gold medal bout: ભારતીય રેસ્લર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડનું સપનું સજાવ્યું હતું. જોકે, આજે એવા સમાચાર સામે આવ્યાં છે જેણે કરોડો ભારતીયોનું સપનું ચકનાચૂર કરી દીધું છે. વિનેસ ફોગટ 50 કિલો ગ્રામની શ્રેણીમાં મેચ રમી રહી હતી.

એવા સમાચાર સામે આવ્યાં છેકે, ઓલિમ્પિકની કમિટીએ વિનેશ ફોગાટને ઓવરવેઈટ ગણીને ડિસ્કોલિફાઈડ કરી દીધી છે. 50 કિલો ગ્રામની શ્રેણીમાં રમી રહેલી વિનેશ ફોગાટનું રાતોરાત વધી ગયું વજન? ઓલિમ્પિક કમિટીએ ફોગાટને ઓવર વેઈટને કારણે ગેરલાયક ઠેરવી હોવાનું સામે આવ્યું.

ફાઈનલ રેસલિંગ મેચ નહીં રમી શકશે વિનેશ ફોગટ, પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડનું સપનું તૂટ્યું. વિનેશ ફોગાટનું પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે તે વધુ વજનના કારણે અયોગ્ય બની ગઈ છે. આ સાથે જ 140 કરોડ ભારતીયોના દિલ તૂટી ગયા છે.

ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને લઈને આ વાતની પુષ્ટિ કરી છે. એસોસિએશન દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું હતું, ‘તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવાના સમાચાર શેર કરી રહી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

મેચ 12 કલાક બાદ થવાની હતી-

વિનેશ ફોગાટની મેડલ મેચ 12 કલાક બાદ યોજાવાની હતી. મંગળવારે તેની જીતની હેટ્રિક બાદ મેડલ નિશ્ચિત જણાતો હતો. પરંતુ ફાઈનલ મેચના 12 કલાક પહેલા ભારત માટે આ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા છે. વિનેશ ફોગાટને સમગ્ર ભારતમાંથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. પરંતુ સોનાની આશા ફરી એકવાર ઠગારી નીવડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.