ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ, મુશ્કેલીમાં જીવ બચાવશે..

જ્યારે સ્માર્ટફોન લોક હોય છે ત્યારે તેમાં ઇમરજન્સી કોન્ટેક્ટ ડાયલ કરવાની સુવિધા છે અને આ ફિચરની મદદથી જો તમારો ફોન લોક હશે એમ છતાં એક્સિડન્ટ કે બીજી કોઈ પરિસ્થિતિમાં અજાણ્યા લોકો તમારા ફોનમાંથી તમારા ફેમિલીને કોલ લગાવી શકે છે.

મોબાઈલ અત્યારે લગભગ દરેક લોકોના હાથમાં જોવા મળે છે અને આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં ઘણા ઉપયોગી ફીચર આપવામાં આવે છે. અત્યારે તો ફોન કરવાથી લઈને બેંકિંગ સુધીના ઘણા નાના-મોટા કામ સ્માર્ટફોન દ્વારા થઈ જાય છે. એટલું જ નહીં ફોનમાં બીજા ઘણા ઉપયોગી ફીચર પણ આપવામાં આવ્યા છે અને તેમાંથી એક છે તામરી મેડિકલ ઇન્ફોર્મેશન અને ઇમરજન્સી કોલનું ફીચર અને આ ફીચર એક્સિડન્ટ સમયે તમારો જીવ પણ બચાવી શકે છે.

વિચારો કે તમે એકલા મુસાફરી કરો છો અને તમારું કોઈ એસિડન્ટ થઈ ગયું અને આ જે આપણો ફોન છે એ પણ લોક છે તો.. ઘણી વખત આવી સ્થિતિમાં બીજી કોઈ વ્યક્તિ આપણી વધુ મદદ કરી નથી કરી શકતા, પણ હવે વિચારો કે આપણાં આ સ્માર્ટફોનમાં પહેલાથી જ ઈમરજન્સી નંબર, આપણું નામ અને બ્લડ ગ્રુપ હોય અને આ બધી જ માહિતી બીજી કોઈ વ્યક્તિ આપના ફોનને અનલોક કર્યા વિના જાણી શકે તો..?

આ માટે આપણાં આ ફોનમાં એક જોરદાર ફીચર આપવામાં આવ્યું છે, લે તમારા સ્માર્ટફોનમાં ઇમરજન્સી નંબર અને મેડિકલ ઇન્ફોર્મેનશન એડ કરવા માટે સૌથી પહેલા સેટિંગમાં જાઓ એમાં સર્ચ બારમાં તમારે ઇમરજન્સી ઇન્ફોર્મેશન અથવા સેફ્ટી એન્ડ ઇમરજન્સી સર્ચ કરવાનું રહેશે એ બાદ તમને ઇમરજન્સી Sos, ઇમરજન્સી શેરિંગ, ઇમરજન્સી કોન્ટેક્ટ અને મેડિકલ ઇન્ફોર્મેશન સહિત બીજા પણ ઘણા ઓપ્શન જોવા મળશે..

જેમાં સૌથી પહેલા ઈમરજન્સી કોન્ટેક્ટ પર ઓપ્શન પસંદ કરવાનો છે અને ત્યાં એડ ઈમરજન્સી કોન્ટેક્ટ પર ક્લિક કરશો એટલે તમારા જે કોન્ટેક લિસ્ટ છે એ તમને દેખાશે જેમાંથી તમે કોઈના પણ નંબર સિલેકટ કરી શકો છો.. ખાસ વાત એ છે કે તમે એક કરતાં વધુ નંબર પર ઈમરજન્સી કોન્ટેક્ટ તરીકે એડ કરી શકો છો

એ બાદ તમે બહાર આવીને મેડિકલ ઇન્ફૉ ઓપ્શન પસંદ કરીને તમારું નામ, હાઇટ, વેટ, એડ્રેસ, બ્લડ ગ્રુપ અને ડેટ ઓફ બર્થ જેવી બીજી માહિતી એડ કરી શકો છો. આ બાદ હેલા તમારા સ્માર્ટફોનને લોક કરો અને એ બાદ પાસવર્ડ એન્ટર કર્યા વિના ઉપરની તરફ સ્વાઇપ કરો,એ બાદ સ્ક્રીન પર તમને ઈમરજન્સી કોલ ઓપ્શન દેખાશે અને તમે ફોન અનલોક કર્યા વિના કોલ કરી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.