ફોનમાં આ નંબર ભૂલથી પણ સેવ કરશો નહીં,બેંકે દેશના 44 કરોડ ગ્રાહકોને એલર્ટ કર્યા

તમારે ક્યારેય તમારા એકાઉન્ટથી સંબંધિત માહિતીને મોબાઈલમાં સેવ કરીને રાખવી નહીં. જો તમે તમારો ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ), પિન નંબર, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સીવીવી અથવા એટીએમ ડિટેલ્સ મોબાઈલમાં સેવ રાખી છે તો તરત જ તેને હટાવી દો. નહીં તો તમારું એકાઉન્ટ ખાલી હશે.

એસબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોએ આવી ભૂલ જરાય ન કરવી જોઈએ, જેનાથી તેમનું બેંક ખાતું ખાલી થઈ જાય

બેંકે કહ્યું છે કે બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, એટીએમ કાર્ડ નંબર અથવા તેનો ફોટો ક્લિક કરીને પણ ફોનમાં રાખવાથી તમારી માહિતી લીક થવાનું જોખમ છે.

તમને જણાવી દઇએ કે બેંક કોલ કરીને અથવા એસએમએસ કરીને તમે ક્યારેય યુઝર આઈડી, પિન, પાસવર્ડ, સીવીવી, ઓટીપી, વીપીએ (યુપીઆઈ) જેવી સંવેદનશીલ માહિતી માંગતી નથી. જો તમને આવો કોઈ ફોન આવે છે, તો સાવધાન રહો અને કોઈ પણ માહિતી કોઈની સાથે શેર ન કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.