એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.રાજપૂત અને રિટાયર્ડ વહીવટદાર વિક્રમસિંહની રહેમનજર હેઠળ સ્પાના નામે ચાલતો દેહવ્યાપારનો ધંધો

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્પા ના નામે ગેરકાયદેસર રીતે દેહવ્યાપાર નો ધંધો રોકેટ ની ગતિએ એટલો બધો વધી ગયો છે કે તેને રોકવા માટે પણ પોલીસ પાસે સમય ન હોય તેવું લાગી રહ્યું છે.

મળતી વિગતો મુજબ અમદાવાદ ના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના એક કિલોમીટર વિસ્તારમાં સ્પા ના નામે દેહવ્યાપાર નો ધંધો એટલી હદે વધી ગયો છે કે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.રાજપૂત અને રિટાયર્ડ પોલીસ કર્મી જેનું નામ વિક્રમસિંહ છે જે આખા વિસ્તારનો વહીવટ કરી રહ્યો છે અને આવા ચાલતા ગોરખધંધાઓ ને પ્રાધાન્ય આપી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ અગાઉ પણ શહેરકોટડા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ ને લઈ ને વિવાદમાં આવી ચુક્યા છે અને ત્યાંથી બદલી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં થતા ની સાથે જ વહીવટદાર વિક્રમસિંહ દ્વારા એલિસબ્રિજ માં ચાલતા ગેરકાયદેસર સ્પા સંચાલકો સાથે સેટિંગ કરી લીધું હોવાનું અને દર મહિનાનું ભરણ બાંધી દીધું હોવાની વાતો લોકમુખે વાયુવેગે ફેલાઈ ગઈ છે.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા ના નામે ચાલતા દેહવ્યાપાર ના ધંધા ને લઈ ને વિસ્તારના રહીશો માં અને વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે

કારણકે પોતાની ઓફીસ ધરાવતા હોય અને ત્યાં જ આજુબાજુમાં આવા ધંધા ચાલતા હોવાથી વેપારીઓના ત્યાં ઘરાકો આવતા ખચકાટ અનુભવે છે તેવું એલિસબ્રિજના જ વેપારીઓ કહી રહ્યા છે અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ એટલી હદે બેફામ બન્યા છે કે એલિસબ્રિજ ના રહીશો અને વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે.જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતને લઈ ખાનગી રાહે તપાસ કરવામાં આવે તો

પી.આઈ.રાજપૂત નું દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો નવાઈ નહીં.મહત્વની વાત તો એ છે કે પોલીસની નોકરીમાં રિટાયર્ડ થઈ ગયા બાદ પણ રૂપિયા કમાવવાની લાલચે પી.આઈ. ના વહીવટદાર બની મોટા રૂપિયા ભેગા કરી રહ્યા હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.જો ગુજરાત રાજ્યના ડીજીપી અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા રિટાયર્ડ પોલીસ કર્મી વિક્રમસિંહ ની સંપતિઓ ની તપાસ કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ ને પણ ખબર પડી જશે કે વિક્રમસિંહ નામના કોન્સ્ટેબલ ની પાસે આટલી બધી સંપતિઓ આવી ક્યાંથી અને હાલમાં સાયન્સ સીટી પાસેના જે બંગલામાં રહે છે તેની પણ કિંમત અને કોણે અપાવ્યો તે પણ ખબર પડી જાય તેમ છે.જો આ બાબત ને લઈ ઉચ્ચ અધિકારીઓ પી.આઈ.રાજપૂત અને રિટાયર્ડ પોલીસ કર્મી વિક્રમસિંહ ની આવક કરતા વધુ સંપતિઓ ની તપાસ કરવામાં આવે તો બહુ મોટા પ્રમાણ માં ચાલતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી પડી શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.