સુરતમાં વાયરલ થયેલી કેટલીક તસવીરોથી ઉહાપોહ મચી ગયો છે. આ તસવીરો શોકિંગ છે. ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની તસવીરો વાયરલ થઈ છે. જોકે, તસવીરો એટલા માટે ચર્ચા જગાવે એવી છે કે તેમાં એક મહિલા નેતા પણ પુલમાં ન્હાતા દેખાય છે. ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના ફોટા વાયરલ થયા જ ભાજપમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ પુલમાં એકસાથે જોવા મળ્યાં છે
ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને સંદીપ દેસાઈની પુલમાં ન્હાતી તસવીરો લીક થઈ છે. બંને નેતાના સ્વીમિંગ પુલમાં સાથે ન્હાતાં ફોટા વાયરલ થતા જ ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.
તો બીજી તરફ, આ તસવીરો જાણી જોઈને વાયરલ કરાઈ હોય તેવો આરોપ કરાયો છે. આ તસવીરો સુરત એપીએમસીના પૂર્વ ચેરમેન રમણ જાની દ્વારા વાયરલ કરાયાનો આક્ષેપ મૂકાયો છે.
હાલમાં જ રમણ જાનીએ વિવાદ થતાં રાજીનામું આપ્યું હતું. સંદીપ દેસાઈ હાસ APMC માં વાઈસ ચેરમેન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.