પિતાની હેવાનિયત. પત્ની ગઈ પિયર તો એક વર્ષની દીકરીને ફેંકી દીધી.

પાલનપુર તાલુકાનાં ધાણધા ગામે સગા પિતાએ તેની કોમળ વયની ફુલ જેવી દીકરીને ઉંડા કૂવામાં ફેંકી દીધાની ચકચારી ધટના સામે આવી છે. અમીરગઢનાં થળા ગામનાં પતિ પત્નીનાં ઝધડામાં દીકરીનો ભોગ લેવાયો.

જયાં તેનો પતિ આવીને “મારી દીકરી આપી દે.. ” તેમ કહી 12 માસની બાળકીને લઈને નીકળી ગયો હતો. બાદમાં આ જ દીકરીને સગા પિતાએ નજીકનાં એક કુવામાં ફેંકી દીધી હતી. બનાવ બાદ હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉમિઁલાબેને તેમના પતિ રમેશભાઇ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.