તમે જોયા છે ક્યારેય પીળા તરબૂચ, સ્વાદ એવો કે લાલ તરબૂચ પણ ભુલાવી દે

ઉનાળાનો પ્રારંભ થયો છે. બજારમાં તરબૂચનું આગમન થયું છે. પરંતુ જામનગરની બજારમાં પીળા તરબૂચ વેચાઇ રહ્યાં છે. લોકો પીળા તરબૂચની ખરીદી કરી રહ્યાં છે. લાલ તરબૂચ કરતા પીળા તરબૂચની મીઠા વધુ હોવાની વેપારીએ દાવો કર્યો છે.

જામનગર: જામનગરમાં ઉનાળાના પ્રારંભની સાથે બજારમાં તરબૂચનું જંગી આવક અને વેચાણ થતું હોય છે. લોકો ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે. આથી માંગ સારી જોવા મળતી હોય છે. ત્યારે જામનગરમાં લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે. આ તરબૂતની મીઠાશ લાલ તરબૂચ કરતાં બે ગણી વધુ હોય છે. જે ઓર્ગેનિક રીતે તૈયાર થતા હોવાનો દાવો કરવામાં આવે છે.

ખાસ. વાત એ છે કે પ્રાચી-પાટણના ખેડૂતે થાઈલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા હતા. બાદમાં તેનું ઓર્ગેનિક રીતે વાવેતર અને માવજત કરી પાક ઉત્પાદ કર્યું હતું. બાદમાં હવે જામનગરના વેપારી ત્યાથી તરબૂચ મંગાવી પીળા તરબૂચનું વેચાણ કરે છે. જેની ખૂબ સારી માંગ જોવા મળી રહી છે.

જામનગરના વેપારી મુન્નાભાઈએ પીળા કાલરના તરબૂચ મંગાવ્યા છે. તેઓએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ પોતે પ્રાચી-પાટણના ખેડૂતને માર્ગદર્શન આપી આ તરબૂચની ખેતી કરવી હતી. જેનું વાવેતર કર્યા બાદ હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવી હવે તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે. લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે અને પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે.

હાલ લાલ તરબૂચની કિંમત બજારમાં એક કિલોના 20 થી 25 રૂપિયા ચાલી રહી છે. જ્યારે પીળા તરબુચની કિંમત એક કિલો 40 થી 50 રૂપિયા ચાલી રહી છે. જે કોઈ વ્યક્તિ એક વખત પીળું તરબુચ ચાખે બાદ લાલ તરબૂચ ખાવાનું ભૂલી જાય છે. હવે આધુનિક ખેતીમાં પીળા કલરના તરબૂચ થવા લાગ્યા છે. જેવી રીતે કેપ્સિકમ મરચામાં અવનવા કલર હોય એવી રીતે હવે પાઈનેપલ કલરના તરબૂચની ખેતી થવા લાગી છે. આ નવા પ્રયોગને આવકાર મળી રહ્યો છે અને એની માંગ ખુબજ મોટી નીકળી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.