પાયલોટ માફી માંગે તો પાર્ટીના દરવાજા તેમના માટે ખુલ્લા છેઃ કોંગ્રેસ

રાજસ્થાનમાં પોતાની જ સરકાર સામે બગાવત કરનારા કોંગ્રેસના નેતા સચિન પાયલોટની પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અને ડેપ્યુટી સીએમ પદેથી હકાલપટ્ટી કરી છે.

જોકે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ હવે નવુ નિવેદન આપ્યુ છે. પાંડેએ કહ્યુ છે કે, જો પાયલોટ પોતાની ભૂલ બદલ માફી માંગે તો બગડી ગયેલી વાત ફરી સુધારી શકાય તેમ છે.

પાયલોટે પોતે ભાજપમાં સામેલ નથી થઈ રહ્યા તેવુ કહ્યા બાદ પાંડેએ આ નિવેદન કરતા કહ્યુ છે કે, પાર્ટીના દરવાજા પાયલોટ માટે બંધ નથી.ભગવાન તેમને સદબુધ્ધિ આપે અને તેમને તેમની ભૂલ સમજાય. મારી પ્રાર્થના છે કે, ભાજપના ભ્રમજાળમાંથે બહાર આવી જાય.

શું પાયલોટ માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે તેવા પ્રશ્નના જવાબમાં અવિનાશ પાંડેએ કહ્યુ હતુ કે, પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા જ રહે છે.બગડેલી સ્થિતિ સુધારી શકાય છે પણ દરેક મુદ્દાની એક સમય મર્યાદા હોય છે.પાયલોટે જે ભૂલ કરી છે તે માટે તે માફી માંગી લે તો બધુ સમુ સુતરુ પાર પડશે અને ફરી બધા ભેગા થઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.