રાજ્યમાં અવારનવાર નાની બાળકીઓ અને સગીરા પર દુષ્કર્મના કેસો વધી રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાંથી એક એવો કેસ સામે આવ્યો છે, જેમાં 14 વર્ષીય સગીરા પર તેના પાલક પિતાએ દુષ્કર્મ આચર્યું હતું, આજે રાજકોટમાં આ સગીરાએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ ઘટનામાં રાજકોટના ગોંડલ પંથકમાં 14 વર્ષની સગીરાને તેના જ પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી.
આ કેસમાં પોલીસે આરોપી પાલક પિતા લાલજી નામના શખ્સને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પાલક પિતાના કૂકર્મને કારણે સગર્ભા બનેલી બાળાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. આ ઘટનામાં પાલક પિતા લાલજી ગોહેલે છરીની અણીએ 14 વર્ષીય સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરાયું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્રની મહિલા 10 વર્ષ પહેલા ગોંડલમાં પરિવાર સાથે મેળામાં ફજત ફાળકા લઇને આવી હતી. એ વખતે લાલજી સાથે ઓળખ થઇ હતી. ત્યારબાદ પતિએ છૂટાછેડા આપી દેતાં આ મહિલા દીકરી, સંતાનો સાથે લાલજીની સાથે જ રહેતી હતી. ગત મહિને આ મહિલાને પોતાની 14 વર્ષની દીકરીની તબિયત બરાબર ન જણાતાં ડોક્ટરને બતાવતા સગર્ભા હોવાની ખબર પડી હતી.
ઘરે આવીને દીકરીને પૂછતાં પાલક પિતાએ જ વારંવાર ધમકાવીને દુષ્કર્મ આચર્યાનું કહેતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તે વખતે લાલજીની ધરપકડ કરી લીધી હતી. ભોગ બનનાર બાળા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. અહીં તેણે બુધવારે એક બાળકને જન્મ આપતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.