પિતા- પુત્રનું આઈસોલેશનમાં મોત, તરફડી રહી હતી મા,4 દિવસથી પરિવાર દેખાયો નહોંતો

ઈન્સપેક્ટર મહેશ દુબેના જણાવ્યાનુસાર એલડીએ કોલોની મકાન નંબર 215માં અરવિંદ ગોયલનો પરિવાર રહેતો હતો. સાંજના સમયે સ્થાનીક લોકોને તેમના મકાનમાંથી દુર્ગંધ આવ્યાની માહિતી આપવામાં આવી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને  દરવાજો તોડીને મકાનમાં દાખલ થઈ હતી.  જ્યાં અરવિંદ અને આશિષના મૃતદેહો અલગ અલગ રુમમાં મળ્યા હતા. અરવિંદની દિવ્યાંગ પત્ની રંજનાની સ્થિતિ ગંભીર હતી.

મોટાભાગે આશિષ અને અરવિંદ ઘરની બહાર આવતા હતા. 4 દિવસથી તે બન્ને કોઈને નજરે નહોતા પડ્યા. પડોશીઓના જણાવ્યાનુસાર અરવિંદની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેવામાં અરવિંદની માતા તેને દર મહિને કેટલાક પૈસા આપી જતી હતી

કોરોના સંક્રમિત થયા બાદ તે ઘરની બહાર નહોંતો નીળ્યો. શનિવારે સાંજે પડોસીઓ પાસેથી સૂચના મળતા પોલીસ ત્યા પહોંચી અને વિવેકની લાશ જપ્ત કરી . ઈન્સપેર્ટર મહેશ દુબેના જણાવ્યાનુસાર વિવેકના એક સંબંધી કુશિનગરમાં ન્યાયિક અધિકારી છે. જેને સૂચના આપવામાં આવી છે. વિવેકની બહેન બનારસમાં અને ભાઈ કોલકત્તામાં રહે છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.