મહારાષ્ટ્રના ગોંડિયા થી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ ગુસ્સાથી તેની 20 મહિનાની પુત્રીની હત્યા કરી હતી ,. તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે બાળકીના મોતનું કારણ માત્ર 5 રૂપિયા માંગવાની વાત બની હતી.
ગોંડિયાના લોનારા ગામમાં રહેતા 28 વર્ષીય વિવેક ઉઇકે પર તેની 20 મહિનાની પુત્રીની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે માર મારતા માસૂમપુત્રી ને મારી નાખી.
પોલીસને બાળકી ની હત્યાની જાણ થતાં જ તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ કેસની તપાસ શરૂ કરી હતી.
5 રૂપિયા માંગ્યા હતા.રૂપિયા ની માંગણી કરતાં આરોપી ગુસ્સે થઈ ગયો હતો અને તે ગુસ્સા ની માસૂમ બાળકી પર ઠાલવિયો હતો. આરોપીએ વારંવાર ઘરના દરવાજે બાળકીનું માથું અફડાવ્યું હતું , જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ બાળકીની માતાએ પોલીસને જાણ કરી હતી. જે બાદ આરોપી વિરુદ્ધ હત્યા(Murder)નો કેસ દાખલ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ મૃતક બાળકીના માતા-પિતાએ વર્ષ 2018 માં લગ્ન કર્યાં હતાં. આક્ષેપ મુજબ બાળકનો પિતા તેની માતા પર હુમલો કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.