ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરી લો રજાઓનું લિસ્ટ,પ્લાન કરી લો તમારા તમામ કામ

બેંકના કોઈ કામ પેન્ડિંગ છે અને તમે તેને કરવા જવાનું વિચારી રહ્યા છઓ તો તમે રજાઓનું લિસ્ટ ચેક કરી લો. આ મહિને હજુ પણ 8 દિવસ બેંકમાં રજા રહેશે.

આરબીઆઈની વેબસાઈટ અનુસાર રજાઓનું લિસ્ટ તૈયાર કરાયું છે. મે મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેવાની છે. તેમાં સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. હજુ આ મહિનામાં 8 રજાઓ બાકી છે.

9 મે- રવિવાર – તમામ જગ્યાઓએ બેંક બંધ
13 મે- રમજાન ઈદના કારમે બેલાપુર, જ્મ્મૂ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
14 મે – ભગવાન શ્રી પરશુરામ જયંતી, ઈદ, બસવા જયંતી, અક્ષય તૃતિયાના કારણે બેલાપુર, જ્મ્મૂ, કોચ્ચિ, મુંબઈ, નાગપુર, શ્રીનગર, તિરુવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
16 મે – રવિવારે દરેક જગ્યાઓએ બેંક બંધ રહેશે.
22 મે- ચોથો શનિવાર હોવાથી દરેક જગ્યાઓએ બેંક બંધ રહેશે.
23 મે – રવિવાર હોવાથી બેંકનું કામકાજ બંધ રહેશે.
26 મે – બુદ્ધ પૂર્ણિમા. આ દિવસે અગરતલા, બેલાપુર, ભોપાલ, ચંડીગઢ, દહેરાદૂન, જમ્મૂ, નવી દિલ્હી, કોલકત્તા, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
30 મે- રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.