પીએમ અને સીએમની વચ્ચે જરુરી બેઠક 12.30 વાગે શરુ થશે,મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વધતા કોરોનાના કેસને લઇને તમામ રાજ્યોના CM સાથે ચર્ચા કરવા આજે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકડાઉનને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે. ત્યારે કેટલાક રાજ્યોમાં સરકારોએ મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે.

કહેવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન પીએમ રાજ્યોમાં રસીકરણ કાર્યક્રમ અને કોરોના વાયરસને અટકાવવા માટે ભરવામાં આવતા પગલાની સમીક્ષા કશે. આ ઉપરાંત અનુમાન લગાવાઈ રહ્યું છે કે ચરણબદ્ધ રીતે ચાલી રહેલા રસીકરણ કારયક્રમ ઉપરાંત આવનારા સમયમાં વધારે રસી આપવામાં આવી શકે છે.

રાજ્યમાં ગત અઠવાડિયે કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ પહોંચી હતી. આ ટીમથી મળતી જાણકારીના આધાર પર સચિવે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. કેન્દ્રએ રાજ્યમાં સાવધાનિઓની બેદરકારી અને નબળી વ્યવસ્થાને ટાંકી હતી.

બીએમસીએ 17 માર્ચ એટલે કે બુધવારે 50 ટકા રોટેશન અટેન્ડેન્સ નિયમ લાગૂ કરવાની વાત કરી છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 23 લાખને પાર થઈ ચૂકી છે. ત્યારે 53 હજાર લોકો મહામારીથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ત્યારે મધ્ય પ્રદેશના 10 શહેરોમાં રાતે 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતુલ અને ખરગૌનનું નામ સામેલ છે. આ ઉપરાંત રાજ્યની રાજધાની ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત થઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.