PM આવાસને લઈને રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન,દેશને આવાસ નહીં, શ્વાસની છે જરૂરઃ રાહુલ ગાંધી

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ તેને લઈને સવાલ કર્યા છે. આજે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે દેશને પીએમ આવાસ નહીં પણ શ્વાસ જોઈએ છે.

કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સતત વિવાદમાં જોવા મળી રહી છે. દિલ્હીમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે પણ કોરોનામાં તેને રોકવાની માંગ જોર પકડી રહી છે. શુક્રવારે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ છે.

ઈન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી સેન્ટ્રલ વિસ્ટા માર્ગમાં લગભગ 44 ઈમારત વગેરે છે. સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક વગેરે સામેલ છે. આ ઝોનને રિ પ્લાન કરાઈ રહ્યો છે. જેનું નામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રખાયું છે તેનો ખર્ચ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો છે.

વિસ્ટા પ્રોજેક્ટમાં જૂના ગોળાકાર સંસદ ભવનની સામે 13 એકર જમીન પર નવા ત્રિકોણાકાર સંસદ ભવન બનશે. આ જમીન પર પાર્ક, અસ્થાયી નિર્માણ અને પાર્કિંગ છે. આ બધું હટશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.