પીએમ કેરની માહિતી જાહેર કરવી મુશ્કેલ : સરકારનો ફરી નનૈયો

– દિલ્હી હાઇકોર્ટમાં આપેલા જવાબમાં હાથ ઉચા કર્યા

– પીએમ કેર ફંડને પબ્લિક ઓથોરિટી જાહેર કરવી અશક્ય છે તેવો કોર્ટમાં દાવો

પીએમ કેર ફંડનો મામલો દિલ્હી હાઇકોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ પીએમઓએ પીએમ કેર ફંડની માહિતી આપવાની એક આરટીઆઇકર્તાને ના પાડી દીધી હતી.  હવે દિલ્હી હાઇકોર્ટમાં એવો જવાબ આપ્યો છે કે પીએમ કેર ફંડને પબ્લિક ઓથોરિટી જાહેર કરવાથી તેને મેઇન્ટેઇન કરવામાં મુશ્કેલી આવશે માટે તે શક્ય નથી.

વીડિયો કોન્ફરન્સથી દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ નવીન ચાવલાએ આ સમગ્ર મામલે સુનાવણી કરી હતી. જે દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતાએ એવી દલીલ કરી હતી કે અમે અમારો જવાબ ટુંક સમયમાં આપીશું અને તેમાં અમે એ સાબિત કરીશું કે હાઇકોર્ટમાં પીએમ કેર ફંડને જાહેર ઓથોરિટી માટે અરજી થઇ છેે તેની સુનાવણી ન કરવી જોઇએ.

સમયાક ગંગવાલે સૌપ્રથમ પીએમઓમાં અરજી કરી પીએમ કેર ફંડની માહિતી માગી હતી, જોકે તેને આપવાની પીએમઓએ ના પાડી દીધી હતી. બાદમાં તેના જવાબને સેન્ટ્રલ ઇન્ફોરમેશન કમિશનમાં પડકાર્યો હતો, જોકે ત્યાં પણ તેમને નિરાશા હાથ લાગી હતી. પરીણામે પીએમઓ અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન બન્નેના જવાબને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. હવે દિલ્હી હાઇકોર્ટમાં સરકારે એવી દલીલ કરી છે કે પીએમ કેર ફંડ પબ્લિક ઓથોરિટી ન હોવાથી  તેની માહિતી જાહેર ન કરી શકાય અને તેને પબ્લિક ઓથોરિટી જાહેર કરવી પણ શક્ય નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.